Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

કોસ્ટગાર્ડ અને સંરક્ષણના જાહેર સાહસોમાં પણ અગ્નિવીર માટે 10 ટકા નોકરી અનામત: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

કોસ્ટગાર્ડ અને સંરક્ષણના જાહેર સાહસોમાં પણ અગ્નિવીર માટે 10 ટકા નોકરી અનામત: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

સરકાર દ્વારા સેનની ભરતીમાં જે અગ્નિપથ યોજના અમલમાં મુકાઇ છે તેના સતત વધતા જતા વિરોધમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયમાં સિવિલ અને ડિફેન્સ બંને ક્ષેત્રોમાં ઉપરાંત સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા 16 જાહેર સાહસોમાં પણ જે રીતે નિવૃત સૈનિકો માટે અનામત છે તે જ રીતે અગિનવીરને પણ 10 ટકા અનામતનો લાભ મળશે જેમાં કોસ્ટગાર્ડનો વિભાગનો સમાવેશ થાય છે.

રાજનાથસિંહે આજે સૈન્યની ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરી હતી જોકે સરકાર આ યોજનામાં આગળ વધવા મકકમ છે અને બાદમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે મારા મંત્રાલય સાથે જોડાયેલા તમામ સિવિલ અને ડિફેન્સ પદોમાં અગ્નિવીરો માટે 10 ટકા નોકરી અનામત રહેશે જેમાં ઇન્ડીયન કોસ્ટગાર્ડનો સમાવેશ થાય છે.

ઉપરાંત સંરક્ષણ મંત્રાલયના 16 જાહેર સાહસો ચાલે છે તેમાં પણ અગ્નિવીરોમાં 10 ટકા અનામત રહેશે. જેના કારણે અગ્નિવીર ચાર વર્ષની સેનાની નોકરી પછી જયારે રોજગાર માટે આવશે તો તેના માટે અનેક વિકલ્પો મોજુદ હશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!